ફિલ્મ રીવ્યુ: અનુપમ ખેર અભિનિત ફિલ્મઃ તુમકો મેરી કસમ
ફિલ્મ રીવ્યુ: અનુપમ ખેર અભિનિત ફિલ્મઃ તુમકો મેરી કસમ
Blog Article
હોરર ફિલ્મોના નિર્માણ માટે જાણીતા દિગ્દર્શક વિક્રમ ભટ્ટે આ ફિલ્મને ભાવનાત્મક અને સસ્પેન્સથી ભરપૂર બનાવી છે. આ ફિલ્મની કથા ભાવનાત્મક અને પ્રેરણાદાયી છે, જે IVF ટેકનોલોજીના પ્રણેતા ડૉ. અજય મુર્ડિયાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રેમ, સંઘર્ષ, વિશ્વાસઘાત અને કોર્ટરૂમ ડ્રામા દર્શાવવામાં આવ્યો છે, જેમાં અનુપમ ખેર, ઇશ્વાક સિંહ, અદા શર્મા અને એશા દેઓલે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. ડૉ. અજય મુર્ડિયા (અનુપમ ખેર) એ ભારતમાં IVF ટેકનોલોજીને ઊંચી સફળતા અપાવી છે. આ ફિલ્મમાં તેમના સંઘર્ષ, મહેનત અને સફળતાની ગાથા દર્શાવવામાં આવી છે. ઇશ્વાક સિંહે તેમના યુવાનીના દિવસોની ભૂમિકા ભજવી છે, જેમાં તેમનો જુસ્સો અને મહેનત જોવા મળે છે.
ફિલ્મ મોટું ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ડો. મુર્ડિયા પર એક ગંભીર આરોપ મૂકવામાં આવે છે, જેના કારણે તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી જોખમમાં મુકાય છે. ત્યારબાદ પછી ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા સર્જાય છે, જ્યાં વકીલ (એશા દેઓલ) તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં ન્યાય અને સત્ય માટેની લડાઈને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. અનુપમ ખેરના અભિનયમાં ઊંડાણ અને પ્રામાણિકતા જોવા મળે છે. તેમનો અભિનય દરેક દૃશ્યમાં પોતાની છાપ છોડી જાય છે. યુવાન ડોક્ટર મુર્ડિયા ભૂમિકામાં ઇશ્વાક સિંહે સારું કામ કર્યું છે. અદા શર્મા ડૉ. મુર્ડિયાની પત્ની ઇન્દિરાની ભૂમિકા ભજવે છે, જે હંમેશા તેમના પતિના સંઘર્ષમાં તેમની સાથે રહે છે. તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. એશા દેઓલ એક મજબૂત વકીલ તરીકે દેખાય છે અને તેણે લાંબા સમય પછી પડદા પર પોતાની ઓળખ ઊભી કરી છે.
Report this page